Geo Gujarat News

વાગરા: પોલીસે ૧૯ વાહનો ડિટેન કરતા વાહનચાલકોમાં ફફડાટ, અકસ્માતમાં 2 લોકોના મોત બાદ પોલીસ એક્શનમાં

વાગરા તાલુકામાં આવેલ વિલાયત GIDC માં પિક-અપ ટેમ્પો પલ્ટી ખાવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલ વાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી. વાગરા પોલીસે પાંચ બોલેરો ગાડી, ૬ છોટા હાથી ટેમ્પો, ૬ મારુતિ ઈક્કો તથા બે મોટર સાઇકલ મળી કુલ ૧૯ વાહનોને ૨૦૭ મુજબ ડિટેઇન કર્યા હતા. પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા,વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટાં-બકરાની જેમ ખીચો-ખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે. પરંતુ આવા નિયમોને અભરાઈએ ચઢાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહનચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લેતું નથીની પણ મોટાપાયે બુમો ઉઠી હતી. જેને પગલે વાગરા પોલીસે હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી. જેને લઈ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *