Geo Gujarat News

ભરૂચ: મનુબર ચોકડી નજીક ઝુંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળા ની ઋતુ દરમ્યાન અનેક સ્થળે આગ લાગવા જેવી ઘટનાઓનું નિર્માણ થઈ ચૂક્યું છૅ, છાશ વારે જિલ્લામાં ક્યાંક વાહન સળગવાની ઘટનાઑ તો ક્યાંક ક્યાંક આગ લાગવા જેવી બાબતો પણ સામે આવી ચુકી છૅ, તેવામાં આજે વધુ એક આગ લાગવાની ઘટનાના પગલે ફાયર ના લાશ્કરો દોડતા થયા હતા.

ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાં આવેલ માર્ગ પર વરસાદી કાંસ માં બનાવવા માં આવેલ ઝુંપડા ઓમાં બપોર ના સમયે અચાનક એકા એક આગ ભભુકી ઉઠતા ભારે નાશભાગ મચી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ લાય બંબા સાથે સ્થળ ઉપર દોડી જઈ આગ પર પાણી નો મારો ચલાવી તેને તાત્કાલિક કાબુમાં લીધી હતી, અત્રે ઉલ્લેખ નિય છૅ કે આ આગ ક્યા કારણોસર લાગી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી, જોકે આગ માં ઝુંપડા માં રહેલ ઘર વકરી બળીને ખાખ થઈ જવા પામી હતી, ત્યારે સદનસીબે સમગ્ર ઘટના ક્રમ માં કોઇ પ્રકારની જાન હાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાશ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *