ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ભાજપ ના પદાધિકારીઓ દ્વારા ગામના અંદર મહોલ્લે મહોલ્લે ફરીને દરેક મતદારો ને મતદાન સ્લીપ આપીને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ,પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ સોલંકી,પુર્વ સરપંચ ચંદુજી ઠાકોર,રણાસણ શક્તિ કેન્દ્રના સંયોજક જયંતિભાઇ પટેલ સહિતના ભાજપના કાર્યકરો તથા આગેવાનો હાજર રહ્યા હતા.

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે ચાણસ્મા તાલુકાના ભાજપના આગેવાનો દ્વારા પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ના સમર્થનમાં ગામની અંદર ચુંટણી પ્રચાર ની સાથે સાથે સમગ્ર મહોલ્લે મહોલ્લે ફરીને ભારતીય જનતા પાર્ટીની સ્લીપ નું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.આ અંગે ચાણસ્મા તાલુકા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે જે વિકાસના કામો કરવામાં આવ્યા છે તે વિકાસના કામો ની સમગ્ર ગામેગામ ફરીને અમારા દ્વારા મતદારો સમક્ષ મૂકીને વધુમાં વધુ વિકાસ થાય અને મોદી સરકારની ગેરંટી આપીને ફરીથી ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થાય તેવા હેતુથી સમગ્ર ગામે ગામ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com