Geo Gujarat News

પાટણ: ૧૮ મો મોઢ ચુંવાળ બાવીસીનો યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન અને નવચંડી મોઢેરા મુકામે યોજાયો

શ્રી મોઢ ચતુર વેદી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ (ચુંવાળ બાવિશી ) આયોજિત ૧૮ મો મોઢ ચુંવાળ બાવીસી નો યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન અને નવચંડી મોઢેરા ખાતે મોઢેશ્વરી મંદિરના પ્રાંગણમાં યોજાયો.આ પ્રસંગે ૯ બટુકો ને યજ્ઞોપવિત આપવામાં આવી હતી. તેમ જ એક નવ દંપતી એ પ્રભુતામાં પગલાં પડયા હતા.મોઢેરા મુકામે માતંગી મોઢેશ્વરી માં ના સાનિધ્યમાં યોજાયેલ આ ત્રિવિધ શુભ અવસરમાં દાતાઓને સન્માન તેમજ સમા જનું સ્નેહ મિલન યોજાયું હતું.આ પ્રસંગે દાતાઓ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા સમાજ ની એકતા પર ભાર મુકવામાં આ વ્યો હતો.સમૂહ લગ્ન ના ફાયદા તેમજ રીત રિવાજો માં સુધારા સહિત શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આજના આ શુભ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા સ્વ. પોપટલાલ દેવશંકર ત્રિવેદી પરિવારમાં હસ્તે રમેશ ભાઈ, રણુંજ સમારંભના અધ્યક્ષ બ્રહ્મ દક્ષિણ ના દાતા ત્રિવેદી ધરણી બેન રાહુલકુમાર ઘનશ્યામભાઈ,કંકોત્રીના દાતા પંડ્યા ગુણવંત લાલ ભોગીલાલ નદાશા,મંડપ ત્રિવેદી સૂર્ય કાંત રવિશંકર,ચા નાસ્તો સ્વ.તારાબેન ભોગીલાલ દવે હસ્તે,દવે રમેશ ચંદ્ર ભોગીલાલ ચડાસાના,ત્રિવેદી મનુપ્રસા દ ચીમનલાલ રણુંજ,કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય અને સ્વાગત પ્રવચન થયા હતા.

સમગ્ર કાર્યક્રમ કન્વીનર મનુપ્રસદ મફતલાલ ત્રિવેદી સાંથલ,જગદીશભાઈ અંબાલાલ ત્રિવેદી મીઠા,રમેશભાઈ ભોગીલાલ દવે ચડાસના,તેમજ ઉપ પ્રમુ ખ શ્રીમતી રંજનબેન મધુસૂદન પંડ્યા અમદાવાદ,સહ મંત્રી કેતનભાઈ એન ત્રિવેદી,રમેશભાઈ એસ ત્રિવેદી,ખજાંનચી મનુપ્રસાદ મણીલાલ જોશી,મોટી ચંદુંર,લીગલ અડવાઇઝ ર કનુભાઈ દેવશંકર ત્રિવેદી,આંતરિક ઓડિટર,પ્રમોદ કુમા ર કનૈયાલાલ દવે દ્વારા સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરેલ. મોટી સંખ્યા માં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહયા.પ્રમુખ તેમજ ટ્રસ્ટીગણ એ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *