Geo Gujarat News

કરજણ: અકીદતમંદોની હાજરીમાં સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

કરજણ સ્થિત હજરત સૈયદ યકીનશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

વડોદરાના કરજણમાં સંતોષ નગરમાં આવેલી હજરત સૈયદ યકીનશા બાવાની દરગાહ શરીફ પર તેઓના હજારો  હિંદુ મુસ્લિમ અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. યકીનશા બાવા સાહેબના આસ્તાના પર અસરની નમાઝ બાદ રાતિબે રીફઈ નિસાનો સાથે સંદલ નું જુલુસ ગ્રીન પાર્ક સોસાયટી થી નિકરી જલારામ નગર પેહલા ફરિયામાં થી થયને મસ્જિદ મોહલ્લા માંથી પસાર થયને સંતોસ નગર પાસે આવીલી યકીનશા બાવાના આસ્તાના પર અકીદત મંદો ઉમટી પડ્યા હતા અને સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ યકીનશા સરકારના મજારપર પર મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ સંપ્રદાયના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા.

જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. હજરત સૈયદ સદાતો ના હસ્તે યકીનશા બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યાર બાદ અકિદત મંદો ધ્વરા ફૂલ ચાદર અને ગલેફ અર્પણ કરાયા હતા. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. ત્યારબાદ યકીનશા બાવાના શ્રદ્ધા રુવો ખુબ મોટી સંખિયા માં કરજણ તથા આસપાસના ગ્રામીય વિસ્તારમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન જાકીર ભાઈ સિંધી તરફથી કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ રાતના 10 વાગીયાના સુમારે આયોજિત સંદલ શરીફમાં કરજણના મશહુર કવ્વાલ જલાલ અજમેરીએ કવ્વાલીની રમઝટ બોલાવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *