Geo Gujarat News

ભરૂચ: AIMIM પાર્ટીનો ભરૂચનો પૂર્વ પ્રમુખ નશાની દુનિયાનો માસ્ટર માઈન્ડ નીકળ્યો.?

  • રૂપિયા 13 લાખના MD ડ્રગ્સ પ્રકરણમાં સાહીલ મલેકની સંડોવણી આવી સામે
  • AIMIM પાર્ટીનો પૂર્વ શહેર પ્રમુખ ફરાર
  • SOG એ શોધખોળ હાથ ધરી

ભરૂચમાંથી ઝડપાયેલા ₹13 લાખના એમ.ડી. ડ્રગ્સમાં SOG ની તપાસમાં ઓવૈશીની AIMIM પાર્ટીનો પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેક માસ્ટર માઇન્ડ હોવાનું ખુલતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચના ગરીબ નવાઝ એપાર્ટમેન્ટમાંથી 130 ગ્રામ ₹13 લાખના એમ.ડી. ડ્રગ્સ પ્રકરણમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની તપાસમાં ઓવૈશીની પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ સાહિલ મલેકની સંડોવણી બહાર આવી છે. પોલીસે એફેડ્રીન ડ્રગ્સ સાથે અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહિમને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં ભરૂચમાં નશીલા પ્રદાર્થના વેપલાના તાર મુંબઈ સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું હતું. આરોપીએ મુંબઈના તોસિફ યુસુફ પટેલ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું ખુલતા sog એ તેને મુંબઈથી ઉઠાવી લીધો હતો. તો બીજી તરફ અમીને મુંબઈના તોસિફ ઉપરાંત ભરૂચના સિપાઈવાડમાં રહેતા મોહમદ સાહિલ સિકંદર મલેક પાસેથી પણ ડ્રગ્સ ખરીદ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઓવૈશીની પાર્ટીનો સાહિલ પૂર્વ શહેર પ્રમુખ હતો જે હાલ વોન્ટેડ છે. સાહિલને હાલ ઝડપી પાડવા એસ.ઓ.જી. શોધખોળ ચલાવી રહી છે. જે પોલીસ પકડમાં આવ્યા બાદ જ તે કેટલા સમયથી આ ડ્રગ્સનો કારોબાર કરતો હતો અને આ રેકેટમાં બીજા કેટલા આરોપીઓ સંડોવાયેલા છે. સાથે જ અત્યાર સુધી ડ્રગ્સનો જથ્થો કેટલા લોકોને અપાયો સહિતની સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે AIMIM ના પૂર્વ ભરૂચ શહેર પ્રમુખ સાહિલ મલેક ની ડ્રગ્સ પ્રકરણ માં સંડોવણી સામે આવતા યુસુફ મલેક નો સાહિલ મલેકને કટાક્ષ કરતો જૂનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં યુસુફ મલેક જણાવી રહ્યા છે કે સાહિલ જે પોતે તો ડ્રગ્સ અને પાવડરનો ધંધો કરે છે અને કહી રહ્યો છે કે મારી કોમને હું સુધારિશ પેહલા તું સુધર તેવો એક વિડિયો હાલ તો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

યુસુફ મલેકનો સાહિલ મલેકને કટાક્ષ કરતો જૂનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવા નશાના કારો કારોબાર કરતા તત્વોના કારણે નશો કરતા તત્વો પણ બિન્દાસ બન્યાના વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં બાયપાસ વિસ્તાર માંથી પસાર થતી રેલવે ટ્રેક ઉપર બેસી કેટલાક નસેડી નશો કરતા દેખાઈ રહ્યા છે જેની સામે પણ ભરૂચ પોલીસ લાલ આખ કરે એ અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *