Geo Gujarat News

આમોદ: મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ રેલીનું આયોજન કરાયું

આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આમોદ મિશ્ર શાળા નંબર -૨ તરફથી રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાળાના બાળકોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લેકાર્ડ બતાવી મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.આમોદની મિશ્ર શાળા -૨ થી શાળાના બાળકો સાથે શિક્ષકોએ આમોદના ચાર રસ્તા, મચ્છી માર્કેટ, દરબાર રોડ,હિંમતપુરા, દરબાર રોડ,તિલક મેદાન, મુખ્ય બજાર વગેરે વિસ્તારોમાં રેલી કાઢી હતી.

શાળાના બાળકોએ વિવિધ પ્લેકાર્ડ બતાવી લોકોને ફરજિયાત મતદાન કરવા અપીલ કરી.

આગામી સાતમી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું હોય લોકો વધુમાં વધુ મતદાન કરે અને લોકોમાં જાગૃતિ આવે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *