Geo Gujarat News

ભરૂચ: પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીએ આપઘાત કર્યો.!, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વણકરએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લીધો હોવાના અહેવાલ સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહ્યા છે.

પ્રતિકરાત્મક તસ્વીર
પ્રતિકરાત્મક તસ્વીર

ઘટનામાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે. ઘટનાના પગલે સારવાર મળે તે પૂર્વેજ કિરીટભાઈ મૃત્યુ પામ્યા હતા. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસકર્મીની આત્મહત્યાની વાત વહેતી થતા ઉચ્ચ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.

નાયબ પોલીસ અધિક્ષક ગાંગુલી અને પોલીસ હેડ ક્વાર્ટરના અધિકારીઓ અને સ્ટાફ ઘનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘણા સ્થળની સ્થિતિનો તાગ મેળવવા સાથે આ પગલું ભરવા પાછળનું કારણ શોધવા અંગે પણ તપાસ શરૂ કરી છે.

ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા

બનાવ સંદર્ભે ભરૂચ શહેર.બી ડિવિઝન પોલીસ અકસ્માત મોત નોંધ હેઠળ કાર્યવાહી કરી શકે છે. જોકે હજુ સુધી મામલાને લઈ ભરૂચ પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *