પાટણ જિલ્લામાં માત્ર હ્ર્દય રોગ ના હુમલા થી મૃત્યુ થવાની ત્રણ દિવસમાં બે ઘટનાઓ બની છે.સિદ્ધપુરના ખળી પ્રાથમિક શાળાના શિક્ષકનું હાર્ટ એટેક થી મોત થયા બાદ ચાણસ્મા તાલુકાના ખારીઘારી યાલ ગામના યુવકનું હ્ર્દય રોગના હુમલાથી મોત થયું હતું.બે દિવસ અગાઉ જ ખળી ગામમાં પ્રાથમિક શિક્ષક પ્રવીણભાઈ તુરીને હૃદય રોગનો હુમલો આવતાં તેમનું મોત થયું છે.ત્યારબાદ બુધવારે રાત્રે ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામના હરગોવનભાઈ માધાભાઈ પટેલ ને હાર્ટ એટેક આવતાં મોત થયું છે.

તેઓ અમરેલી ખાતે રહે છે.તેમના પિતાની તબિયત સારી ન હોવાથી તેઓ તેમના પરિવાર સાથે ખારીઘારીયાલ તેમના પિતાને મળવા માટે આવ્યા હતા.બુધવારે રાત્રે તેમના ઘરે હતા તે વખતે અચાનક તેમની તબિયત બગડતાં તેમના ભાઈ સારવાર માટે ગાડીમાં પાટણ ખાતે લઈ જઈ રહ્યા હતા તે વખતે ચંદ્રુમાણા ગામ પાસે પહોંચતાં તેમનું અવસાન થયું હતું. અમરેલી ખાતે રહેતા હતા.અને ફરસાણનો વ્યવસાય કરતા હતા.તેમને સંતાનમાં બે દીકરા છે.હરગોવનભાઈ ના મૃત્યુથી પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com