આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને હવે ભરૂચમાં પણ 5 સ્ટાર કક્ષાની સુવિધા પ્રાપ્ત થશે..
ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા ભરૂચની હયાત પ્લેસ પ્રીમિયમ 5-સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. જે ભરૃચ માટે ગૌરવની બાબત કહી શકાય તેમ છે.

ભરૃચમાં સપ્ટેમ્બર 2022 માં NHP ગ્રુપ દ્વારા હયાત પ્લેસ હોટેલનો પ્રારંભ કરવાંમાં આવ્યો હતો. જેના દોઢ વર્ષ માંજ 5 સ્ટાર ગ્રેડ ભારત પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રાપ્ત થતા ભરૃચની પ્રથમ 5 સ્ટાર પ્રીમિયમ હોટેલનું ગૌરવ હયાત પ્લેસને પ્રાપ્ત થયું છે. મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પ્રાપ્ત થવાના અવસરે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોટેલના જનરલ મેનેજર મનોજ જનાર્દને 5 સ્ટાર હોટેલ તરીકે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

અને આ માટે છ થી સાત સભ્યોને ઓડિટ ટીમ દ્વારા વિવિધ 150 પોઇન્ટ પર ચકાસણી કરી તે બાદ સર્ટીફીકેટ આપી માન્યતા આપવામા આવી હોવાનું જણાવી લોકલ તેમજ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને ભરૃચ માં 5 સ્ટાર કક્ષાની સુવિધા પ્રાપ્ત થશે તેમ જણાવ્યું હતું..

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com