ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામના ઈસમને ભરૂચ SOG પોલીસે 2 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં ગાંજો આપી જનાર વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. તે આરોપીને SOG પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલાં ચાંચવેલ ગામે તળાવ ફળિયામાં રહેતો સુલેમાન ઉર્ફે બાદશાહ અલ્લીહાજી પટેલ (દોદરા) ગાંજાનો વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એસઓજીની ટીમને મળી હતી. જેના પગલે ટીમે એફએસએલ સહિતની ટીમોને સાથે રાખી સુલેમાન ઉર્ફે બાદશાહના ઘરે દરોડો પાડી ઘરમાં તપાસ કરતા એક રૂમમાં મિણીયા થેલામાં ભરેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે એફએસએલ ટીમની મદદથી ગાંજાનું વજન કરતાં કુલ 27 હજારથી વધુની કિંમતનો 2.768 કિલો ગાંજો હોવાનું માલુમ પડયું હતું. જેમાં પોલીસે NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી ગાંજાનો જથ્થો આપી જનાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના ઇમરાન નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ભરૂચ એસઓજીના પીઆઈ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ શૈલેષ વાસાવાને મળેલ માહિતીના આધારે આ ગુનામાં વોન્ટેડ આરોપી ઈમરાન રહેવાસી વલણનો ભરૂચ શીતલ સર્કલ રેલ્વે સ્ટેશન પાછળ હાજર હોય તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરુધ્ધ સી.આર.પી.સી.કલમ મુજબ ગુનો નોંધી 41(1)આઈ મુજબ અટક કરી તપાસ હાથ ધરી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com