Geo Gujarat News

આમોદ: અકસ્માતનું રેડ ઝોન બની રહેલ વિસ્તાર, અકસ્માતની હેટ્રિક નોંધાઈ, 4 અલગ-અલગ અકસ્માતની ઘટનામાં 2 મોત

આમોદ વિસ્તારમાં અકસ્માતોની વણઝારથી વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત બન્યા છે. છેલ્લા 3 દિવસમાં 4 અલગ-અલગ માર્ગ અકસ્માતમાં 2 લોકોના મોત નોંધાવા પામ્યા હતા.

આમોદથી પુરસા જવાના માર્ગ પર એક આયશર ટેમ્પોનું ટાયર ખાડામાં ખાબકતા ટેમ્પો પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હતો. સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ આ આયશર ટેમ્પો કપાસ ભરીને જઈ રહ્યો હતો. તે વેળા ટેમ્પોનું ટાયર ખાડામાં ખાબકતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી ટેમ્પો પલ્ટી મારી જતા અકસ્માતની ઘટના બની હતી. જોકે સદનસીબે કોઈ મોટી દુઘર્ટના થતાં બચી હતી. જો કે, છેલ્લા ત્રણ દિવસથી એક પછી એક સતત ત્રીજી અને ચોથી અકસ્માતની ઘટના બનતા વાહનચાલકો તેમજ સ્થાનિકો સામે ખતરો ઉભો થયો હતો. અતિશય બિસ્માર માર્ગ વર્ષો બાદ પરાણે નવીન બનતા માર્ગ પર સ્પીડ બ્રેકરના અભાવથી અકસ્માતની દુર્ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે આજે આયશર ટેમ્પો પણ પલટી ખાતા આ વિસ્તારમાં જાણે અકસ્માતોની લાઈન લાગી છે.

અકસ્માતની ચોથી ઘટના મલ્લા તલાવડી નજીક બની હતી. જેમાં રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. જોકે અકસ્માતની બંને ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ આમોદ વિસ્તાર જાણે અકસ્માત ઝોન બની ગયો છે.

એક્સિડન્ટની હેટ્રીકથી અહીથી પસાર થતાં લોકો ભયભીત બની ગયા છે. તંત્ર લોકોને સાવચેત કરે અને વાહન ચાલકો નિયમોના પાલન સાથે વાહનો હાંકે જેથી કોઈ નિર્દોષ પોતાનો જીવ ન ગુમાવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત બની શકે. હાલ તો અકસ્માતની એક બાદ એક ઘટનાઓથી આમોદ વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *