ભરૂચમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ 80.09 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.11 ટકા પરિણામ જાહેર કરાયુ હતું. પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુરૂવારે સવારે 9 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાંથી વિ.પ્ર.માં 3,044 માંથી 13 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જયારે સા.પ્ર.માં 7411 જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાથી 51 વિદ્યાર્થીઓએ જિલ્લામાં એ-1 ગ્રેડ મેળવ્યો છે.

આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને પાસ થવા માટે અપીલ કરી હતી. ભરૂચમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એ -1 પ્રાપ્ત કરતા તેમના માતા-પિતા સહિત શિક્ષકોમા આનંદ જોવા મળ્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com