આમોદ તાલુકાનું કોલવણા ગામ એ શિક્ષિત ગામ તરીકે જાણીતુ છે. ગામના લોકોએ પોતાના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે વર્ષો પહેલાથી ભરૂચ તરફ પ્રયાણ શરૂ કર્યું હતુ. કોલવણા ગામમાં ધી.સાર્વજનિક હાઇસ્કૂલ (ઉ.બુ), કોલવણામાં ધોરણ ૧૨ સુધી ગામ તેમજ આસપાસના ચાર જેટલા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. ગામમાં શિક્ષણ પ્રત્નીયેની જાગૃતિ અને રૂચીને કારણે અનેક લોકો ભણી ગણીને પોતાના જીવનને સક્ષમ બનાવી શકયા છે. જે કોલવણા ગામની એક સિદ્ધિ લેખી શકાય. ચાલુ વર્ષે ધોરણ ૧૨ માં ૯૫.૮૩% જેટલુ ઊંચુ પરિણામ આવતા ટ્રસ્ટી ગણ અને શિક્ષક ગણ માં ખુશહાલી વ્યાપી જવા પામી હતી.જેમાં પ્રથમ ક્રમે શેરખાં ફરજાના ઉસ્માન ૮૮.૮૬%,બીજા ક્રમે પટેલ મોહંમદ ઝકરિયા અબ્દુલસમદ ૮૮.૪૩% અને ત્રીજા ક્રમે પટેલ નાજનીનબાનું મહમદ આરીફ ૮૪.૧૧% મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતુ.
HSC માં પ્રથમ ક્રમે શેરખાં ફરજાનાએ ૮૮.૮૬ % અને SSC માં અને પટેલ સુહાના એ ૯૧.૫૦ % મેળવ્યા

જ્યારે ધોરણ ૧૦ માં પણ ૯૫.૧૨% જેટલુ ઊંચું પરિણામ આવતા છાત્રો ઝૂમી ઉઠ્યા હતા.સખત પરિશ્રમ ના અંતે પ્રથમ ક્રમે પટેલ સુહાના સલીમ ૯૧.૫૦%,બીજા ક્રમે-પટેલ આફરીન મુસ્તાક ૯૦.૬૬% તેમજ ત્રીજા ક્રમે પટેલ મઆઝ સલીમ ૮૬.૮૩% ની સિદ્ધિ મેળવવામાં સફળતા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે, કે સુહાના સલીમએ શાળાનો રેકોર્ડ બ્રેક આટલા વર્ષો માં સૌથી વધુ ટકા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બની છે.HSC અને SSC માં અગ્ર નંબર લાવનાર તેમજ પાસ થનારા તમામ વિદ્યર્થીઓ ને ટ્રસ્ટી ગણ,આચાર્ય,શિક્ષક ગણ અને વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા. અને સૌ શિક્ષણમાં આગળ જઈ કાઠું કાઢે એ માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઝફર ગડીમલ, કોલવણા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com