Geo Gujarat News

ભાવનગર: ડો રીતેશ ગોંડલિયા RBSK (NHM) GUJARAT UNION ના નવા પ્રમુખ બન્યા

રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અને નેશનલ હેલ્થ મિશન ગુજરાત ના 26000 હજાર કર્મચારીઓના પ્રમુખ તરીકે ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના વતની ડો.રીતેશ ગોંડલિયાની નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને નેશનલ હેલ્થ મિશન ગુજરાત યુનિયનના સયુંકત ઉપક્રમે આરોગ્યની તમામ પ્રકારની સેવાઓ ગ્રામ્ય અને શહેર માં તમામ કર્મચારીઓ પૂરી પાડે છે ઉપરાંત બાળકોના સ્વાથ્ય બાબતે એક વિશાળ પાયા ની યોજના કાર્યરત છે.જેના ૨૦૦૦ તબીબો અને ૧૯૬૯ હેલ્થ સ્ટાફ સહિત ૩૯૬૯,તબીબી અને કર્મચારી ઓ જોડાયેલા છે.અન્ય ૨૪૦૦૦ ટેકનિકલ/નોન ટેકનિકલ કર્મચારીઓ પણ સામેલ છે આ ગુજરાત અને કેન્દ્ર સરકારના વિશાળ NHM વિભાગના ગુજરાત એકમના પ્રમુખ તરીકે મહુવા ( જી. ભાવનગર) ના રહીશ ડો.રીતેશ ગોંડલિયાની વરણી કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *