પાટણના ચાણસ્મામાં તાલુકાના બ્રાહ્મણવાડા વિસ્તારમાંથી પસાર થનાર સંભવિત પાવર ગ્રીડની વીજલાઈન નાખવાના કામ મામલે વધુ વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

ચાણસ્મા સહિત પાટણ જિલ્લામાં પાવરગ્રીડની વિજ લાઇન નાખવાનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જે ખેડૂતોના ખેતરમાં મોટા ટાવર જેવા વિજ પોલ નાખવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને ૨૦૧૭ મુજબ વળતર ની ચૂંકવણી કરવામાં નહી આવતાં ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે ચાણસ્મા તાલુકા ના બ્રાહમણવાડા સીમ વિસ્તારમાં પાવરગ્રીડ કંપની દ્વારા ટાવર વીજપોલ નાખવાની શરૂઆત કરતાં ખેડૂતો દ્વારા વિરોધ કરવાની સંભાવનાને ધ્યાને લઈ કંપનીના અધિકારીઓએ પોલિસ પ્રોટેકશન સાથે ટાવર વિજ પોલ નાંખવાની કામગીરી માટે આવી પહોંચતાં બ્રાહમણવાડા સહિત પાટણ જિલ્લાના ૫૪ ગામના એક હજાર થી વધારે ખેડૂતો એકત્ર થઈ વિરોધ કરી ઉપસ્થિત કંપનીના અધિ કારી અભીષેકસિંગને હાલ જે વળતર ચૂકવાઈ રહ્યું છે તે ઓછું પરંતુ ૨૦૧૭ ની સાલમાં ચુક્વણી કરવામાં આવેલ નુકસાન વળતર ચૂકવવાની માગ પર અડગ રહ્યા હતા.

ખેડૂતોએ ૨૦ મી મે ના રોજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે ક્લેક્ટર ની મીટીંગ સુધી ટાવર વીજપોલ કામ બંધ રખાયું છે.હાલમાં કામગીરી બંધ કરી કર્મચારીઓ પરત ફર્યા હતા. કલેકટર સાથે મીટીંગ બાદ નિર્ણય લેવામાં આવશે.બ્રાહ્મણવાડાના અસરગ્રસ્ત ખેડૂતો દિનેશભાઈ ચૌધરી એ જણાવ્યું હતું, કે અમારા ખેતરમાંથી પાવરગ્રીડ લાઇન પસાર થવાની છે જેના માટે ટાવર વીજ પોલ આવતા હોવાથી ૧ વિધાથી વધારે જમીન રોકાય છે.જેનાથી ખેડૂતોને ખેતીમાં મોટું નુક્સાન થઈ શકે જ્યારે કંપની દ્વારા ૨૦૧૭ માં જે વળતર આપવામાં આવ્યું હતું તેના કરતાં ૨૦૨૪ માં ઓછું વળતર આપવામાં આવ્યુ છે. અમારી એક જ માંગ છે ૨૦૧૭ પ્રમાણે વળતરની ચુક વણી કરાય. આજે અમો ખેડૂતો એ વિરોધ કરતાં ૨૦ મી મે ના રોજ ક્લેક્ટરે અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક રાખી હોવાથી ત્યાં સુધી વીજ કંપની દ્વારા કામ બંધ રહે છે.બાદ માં ક્લેક્ટરની બેઠકમાં ખેડૂતો તરફી નીર્ણય કરાશે તો વિરોધ પડતો મૂકશે નહી તો ગાંધીચીંધ્યા માર્ગે અમે અમારી માંગ ચાલુ રાખીશું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com