Geo Gujarat News

આમોદ: મછાસરા ગામે અચાનક લાગી આગ, ત્રણથી ચાર પશુઓ અતિશય દાઝયા, ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો

  • આગની ચપેટમાં ત્રણથી ચાર પશુઓ અતિશય દાઝયા..
  • ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો..

સમગ્ર બનાવ અંગે આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનોની પાછળ પશુઓ બાંધવાના વાડા પાસે ૨૦ મી મે ના રોજ સાંજના ચાર કલાકે અચાનક આગ લાગતા પવનના કારણે આગ મિનિટોમાં પ્રસરી ગઈ હતી. અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા વાડામાં બાંધેલા પશુઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં ત્રણ થી ચાર પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

વિકરાળ રૂપ ધારણ કરેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે ગ્રામજનોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ આગ ઉપર કાબુ નહી મેળવાતા આખરે જંબુસર નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ત્યારે જંબુસર નગરપાલીકા ફાયર બ્રિગેડ તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગમાં ગંભીર રીતે દાઝેલા એક પશુનું સ્થળ ઉપર જ મરણ થઈ ગયું હતું.જ્યારે અન્ય બે પશુઓને પશુચિકિત્સકે સ્થળ ઉપર આવી પ્રાથમિક સારવાર આપી હતી.

યાસીન દિવાન, આમોદ

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *