જંબુસર તાલુકાના કાવી પોલીસ મથકમાં નોંધાયેલ પોકસોના ગુનામાં છેલ્લા એક મહીનાથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે જુનાગઢ ખાતેથી કાવી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી / શરીર સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે, નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.વાઘેલા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.આહીર કાવી પોલીસ સ્ટેશનનાઓએ નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારની માહીતી એકત્ર કરી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું.

જે આધારે કાવી પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓએ આરોપી તથા ભોગબનનારની માહીતી એકત્ર કરીને આરોપીના મોબાઇલનું IMIE નંબર શોધી કાઢી પો.સ.ઈ. વી.એ.આહીર નાઓએ આરોપીનો મોબાઇલનું IMIE નંબરના આધરે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તપાસ કરાવતા આરોપીનું મોબાઇલ નંબરનું લોકેશન જુનાગઢ જીલ્લા ખાતે બતાવતું હોય જે લોકેશનના આધારે પો.સ.ઇ. વી.એ.આહીરનાઓએ ખાનગી રાહે તપાસ કરાવી માહિતી મેળવી તાત્કાલિક પોલીસ માણસોની ટીમ બનાવી જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકા ખાતે મોકલી આપી હતી. જે લોકેશન ઉપર તપાસ કરતા સદર આરોપી તથા ભોગબનનાર મળી આવતાં આરોપીને પકડી લઇ હસ્તગત કરવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી કરવા સારૂં સર્કલ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.વાઘેલા જંબુસરનાઓને જાણ કરવામાં આવેલ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com