ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં ગતરોજ રાત્રે દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપારડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપારડી સ્થિત DGVCL ની ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. અને જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે. જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે DGVCL ના કેટલાક હેલ્પરો નશામાં પણ રહે છે. એવા ચોકાવનારા આક્ષેપો કર્યા હતા.

અને વારંવાર કોલ કરવા છતાંય કોઈ જવાબદાર કર્મચારી ફોન ઉઠવતા નથી. તેમ જ કોઈ જવાબદાર વ્યક્તિ હાજર હોતા નથી. એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા. અને વધુમાં જણાવ્યું હતું કે DGVCL રાજપારડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હવે જોવું, એ હ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી DGVCL રાજપારડી આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરે છે, કે પછી ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં શેકાવા મજબુર કરે છે. તે તો આવનારો સમયજ બતાવસે.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com