Geo Gujarat News

બનાસકાંઠા: ભાભર તાલુકાના દેવકાપડી ગામે સસ્તા અનાજની દુકાને ખરાબ ભેળસેળ વાળુ અનાજ વિતરણ કરતા લોકો રોષે ભરાયા…

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકા ના દેવકાપડી ગામે સસ્તા અનાજની દુકાને ખરાબ અને ધુળવાળુ ભેળસેળિયું અનાજ વિતરણ કરતા લોકો રોષે ભરાયા છે.ભાભરના દેવકાપડી ગામના લોકોના જણાવ્યા મુજબ મળવા પાત્ર અનાજ પુરું આપવા આવતુ નથી અને કોઈ જાતનુ બીલ કે પાકી પાવતી આપવામાં આવતી નથી જેમાં જેને જેટલુ અનાજ મળવા પાત્ર છે એમાં પણ પુરુ અનાજ આપવામાં આવતું નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેમાં ભેળસેળ અનાજ ઓછું અને ખરાબ ધુળ વાળુ વિતરણ કરતા લોકોએ અને કો સવાલ ઊભા કર્યા છે જેમાં સસ્તા અનાજની દુકાનના બોર્ડ નથી ગામમા જેમ તેમ ચાલતી સસ્તા અનાજ ની દુકાન સામે અનેકો સવાલ ઉભા થયા છે ત્યારે અનાજ ઓછું આપે છે અને એમાંય ખરાબ અનાજ વિતરણ કર તા દેવકાપડી ગામના લોકો દ્વારા મિડિયા સમક્ષ નિવેદન આપી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *