બનાસકાંઠા જીલ્લાના સરહદી રણ વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડીગ્રી પહોંચતા લોકોને ભારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.જ્યારે સરહદી વાવ સુઈગામ ભાભર જેવા વિસ્તારોમાં ગરમીનો પારો સતત વધતા લોકો કાળઝાળ ગરમી સહન કરવાં મજબુર બન્યા છે ગુજરાત સહિત દેશભરમાં વ્રુક્ષો અને ઝાડની કમીના કારણે તાપમાન સતત વધી રહી છે.વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની તો જેટલા વૃક્ષોનું વાવેત ર નથી થતું એનાથી ઘણા તો લોકો ઝાડ કપાવી રહ્યા છે જે ખેતરમાં તાર ફેન્સીગ લગાવાના મોહમાં લોકો ઝાડ કઢાવી રહ્યા છે જો આમને આમ લોકો ઝાડ કઢાવતા રહ્યા તો તાપમાન તો વધી રહ્યુ છે પણ એની સાથે વરસાદ પણ આવતો બંધ થઈ જશે વૃક્ષ આપણા જીવનનો એક ભાગ છે જે આપણા ને સ્વાસ લેવા માટે ઓક્સિજન પુરૂં પાડે છે તેના છાયા નીચે આપણે બેસીએ છીએ વ્રુક્ષના કારણે વરસાદ આવે છે છતાં આપણે તેને એક તાર વાળી વાડ બનાવવા માટે તેને કપાવી નાંખીએ છે આપણે કરેલ પ્રક્રુતિ સાથે ખિલવાડ આજે પણ આપણા ને જ નડી રહ્યો છે હવે દરેક જને સંકલ્પ કરવો જોઈએ કે હું વૃક્ષો વાવીને પ્રકૃતિ અને મારી આવનાર પેઢીને બચાવીશ.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com