Geo Gujarat News

અંકલેશ્વર: ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ફાયર કર્મીઓએ આગ ઉપર કાબૂ મેળવ્યો

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીના આવેલ ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે ધટના સ્થળે પહોંચી આંઞ પર કાબુ મેળવ્યો હતો .

બનાવની પ્રાપ્ત સુત્રીય માહિતી મુજબ જિલ્લામાં દિન પ્રતિદિન આગની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે ક્યાંક કોઈ કંપનીમાં તો ક્યાંક કોઈ ભંગારના ગોડાઉનમાં છાશવારે આગની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ ફરી એક આગની ઘટના સામે આવી હતી અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ અમન માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનકથી આગ ભભુકી ઉઠી હતી આગને લઈ ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા હતા આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો .

જોકે ભારે જેહમત બાદ પણ આઞ કાબુમાં ન આવતા પાનોલી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું ભંગારના લીધે આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરો ને ભારે જેહમત ઉઠાવવી પડી હતી અંદાજિત બે કલાક ની ભારે જેહમત બાદ આગ ઉપર અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો હતો જોકે દર વખતની જેમ ભંગાર ભરેલ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું સબ નસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *