અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસે વાલીયા ચોકડી ખાતે થી 2 મહિલાઓને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં પ્રોહીબેશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી દાર થી બાતમી મળી હતી કે વાલીયા ચોકડી ખાતે આવેલ આર્શીવાદ હોટલ ની સામે સર્વિસ રોડ ઉપર બે મહિલાઓ ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો આપવા આવનાર છે જે બાતમીને લઈ વોચ ગોઠવતા બાતમી વાળી મહિલાઓ આવતા તેમની પાસે રહેલ સામાન ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ 78 કે જેની આશરે કિંમત ₹8,400 મળી આવી હતી અંકલેશ્વર શહેર બી,ડિવિઝન પોલીસે બંને મહિલાઓ નામે મમતાબેન કિરણભાઈ મકરાણી તેમજ ગંગાબેન વિનોદભાઈ સોરમભાઈ મકરાણી નાઓની પ્રોહીબેશનની સવલગ્ન કલમો હેઠળ અટકાયત કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com