Geo Gujarat News

વાગરા: ભાઈ અને ભત્રીજાએ મળી એકનું ઢીમ ઢાળી હત્યા કરી, બંને આરોપી ઝબ્બે, વિલાયત ગામનો બનાવ

વાગરા તાલુકામાં આવેલાં વિલાયત ગામે રહેતાં હસમુખ ઉર્ફે પ્રકાશ અંબુ વસાવાની માતાનું વિસ્તારમાં જ મકાન આવેલું છે. દરમિયાનમાં હસમુખનો ભાઇ પ્રવિણ ઉર્ફે મુકેશ અંબુ વસાવા તથા ભત્રીજો જયેશ વસાવા તેમની માતા સોમીબેનના પતરાનું કામ કરી રહ્યાં હતાં. તે વેળાં હસમુખે તેને તું કેમ મકાનનું કામ કરે છે. તું જૂદા રહે છે હું પણ જૂદો રહું છું તો તું કેમ તે ઘરને બનાવી તેમાં રહેવા આવવાની વાત કરે છે એ ઘરમાં બન્નેનો ભાગ છે. જેથી ભાઇ પ્રવિણ તેમજ ભત્રીજા સાથે તેમની તકરાર થતાં મામલો ગરમાયો હતો. બન્નેએ હસમુખને માર માર્યો હતો. પ્રાથમિક તબક્કે તેઓ ધાબા પરથી પડતાં ઇજાઓ થઇ હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં તેનું મોત થતાં પરિવારજનોએ હકિકત જણાવી હતી. હસમુખના જ સગા ભાઇ પ્રવિણ તેમજ ભત્રીજા જયેશે તેના પર હુમલો કરી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. વાગરા પોલીસે ગણતરીના સમયમાંજ બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી મુક્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *