ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગલેન્ડા ગામની સીમમાં આવેલી વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થો દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.8.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

પોલીસે 20 બેરલો જપ્ત કર્યા ભરૂચ દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. આ સમયે પોલીસ કોન્સ્ટેબલ સેતાનસિંહ દિલીપસિંહને માહિતી મળી હતી કે, ગલેન્ડા ગામ પાસે આવેલી વંદના બેરેલ નામની કંપનીમાં શંકાસ્પદ કેમિકલના બેરલો પડેલા છે જેથી પોલીસે સ્થળ તપાસ કરતા વૉશીગ એરીયાની બાજુમાં પતરાના શેડમાં લોખંડનાં આશરે 200-200 લીટરના અલગ- અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલા 20 બેરલો મળી આવ્યા હતાં. પોલીસે આરોપીની 41(1) ડી મુજબ અટકાયત આ અંગે ત્યાં હાજર મળી આવેલા અંકલેશ્વરના કોસમડીના ગાર્ડનસીટીમાં રહેતાં કિશોર મોહનભાઈ ભદ્રાને આ ઘન પ્રવાહી અંગે બીલ કે આધાર પુરાવા માંગતા તેણે તે નહિ હોવાનું જણાવી ગોળ ગોળ જવાબ આપ્યા હતા. જેથી આ ઘન પ્રવાહી તેમણે ચોરી અથવા છળકપટથી મેળવ્યું હોય તેમ જણાઈ આવ્યું હતું. પોલીસે અલગ અલગ બેરલો ભરેલા ઘન પ્રવાહી કેમીકલ લીટર 3900 જેની કિંમત રૂ.8,27, 00 ગણીને કબ્જે કરવામાં આવ્યું છે. પોલીસે કિશોર ભદ્રાની CRPC કલમ 41(1)(ડી) મુજબ અટક કરી અને તમામ મુદ્દામાલ C.R.P.C. કલમ- 102 મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com