Geo Gujarat News

વાગરા: પણીયાદરા નજીક ખુલ્લા ખેતરોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

વાગરા તાલુકાનાં પણીયાદરા ગામ નજીક ખુલ્લા ખેતરોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે દહેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 31/05/024 ના રોજ દહેજ આમોદ રોડ ઉપર આવેલ પણીયાદરા ચોકડીથી આમોદ તરફ જતા રોડ ઉપર રિલાયન્સ SP-1 ઓફિસની સામે ખુલ્લા ખેતરોમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ દહેજ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જોતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ ઉપર યુવકનો લાશ લટકતી જોવા મળી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મરણ જનાર યુવક વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના આંટી ગામનો યાકુબભાઈ રહીમભાઈ મલેક ઉ.વ 32 હોવાનું જાણવા મળ્યું હતું. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે. તે જાણી શકાયું નથી. જોકે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *