ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક નર્મદામાં તરતો કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગતરોજ તારીખ 1 ને સવારના નવેક વાગ્યાના સમયે જરસાડ ગામના પશુપાલક વિજય નગીનભાઇ વસાવા તેમના પશુઓ લઈને જુની જરસાડ ગામની સીમમાં ચરાવવા માટે ગયા હતા. પશુઓ ચરાવતા ચરાવતા તેઓ નર્મદા નદીના કિનારે આશરે ૧૧ વાગ્યાના અરસામાં ગયા હતા. જયાં તેમની નજરે નર્મદા નદીમાં કોઇ વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાનુ જણાતા તેમણે નજીક જઇને જોતા કોઇ અજાણ્યા પુરૂષની લાશ હતી,અને લાસનો જમણો હાથ કોણી સુધી, ડાબો હાથ કાંડાના ભાગેથી તથા કમરથી નીચેનો ભાગ કોઇ જળચર પ્રાણી ખાઇ ગયેલ હોવાનું જણાયું હતું. ઉપરાંત મોઢાના તેમજ ખભાના ભાગે જળચર પ્રાણીના દાંતના નિશાનો જોવા મળ્યા હતા. આ બાબતે વનવિભાગ તેમજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહનો કબજો લીધો હતો અને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મરણ પામનાર અજાણ્યા પુરૂષની ઉંઝા મર ૩૫ થી ૪૦ વર્ષની હોવાનું જણાયું હતું. આ ઇસમે શરીરે અડધા બાયની કાળા તથા રાખોડી કલર તેમજ સફેદ રંગના આડા પટ્ટાવાળી ટી-શર્ટ પહેરેલ હતી . આ અજાણ્યા ઇસમના મૃતદેહ બાબતે કોઇ વિગતો જાણવા નથી મળી. કોઇ અગમ્ય કારણોસર પાણીમા ડુબી જતા કોઇ જળચર પ્રાણીના ખાઇ જવાના કારણે આ ઇસમનું મોત થયું હોવાનું મનાય છે. રાજપારડી પોલીસે આ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com