Geo Gujarat News

આમોદ: બુવા-કેરવાડા ગામ વચ્ચેથી અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના બુવા અને કેરવાડા ગામ વચ્ચેથી કોઇ અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આશરે ૩૫ થી ૪૦ વર્ષની વયના યુવકનો મૃતદેહ ખૂબજ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. આમોદ પોલીસ મથકની હદમાં કોઈ અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ખસેડયો હતો. હાલ તો યુવાનના મોત પાછળ રહસ્યના તાણાવાણા ગૂંથાઈ રહ્યા છે. પી.એમ બાદ યુવાનના મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે. જોકે પોલીસે પોલીસે મૃતદેહને પી.એમ કરાવા સહિતની કાર્યવાહી આરંભી હતી.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *