Geo Gujarat News

જંબુસર: નવયુગ વિદ્યાલય ખાતે 294મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો, મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે “જન સેવા એ જ પ્રભુ સેવા”નો ભેખ ધારણ કર્યો છે. અને વર્ષોથી જંબુસરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નજરે આવ્યા છે જેમાં વખતો વખત નિશુલ્ક નેત્ર યજ્ઞ , રક્તદાન કેમ્પ ,સર્વરોગ નિદાન કેમ્પ ,આયુર્વેદિક કેમ્પ, હોમિયોપેથીક કેમ્પ તથા પોતાની શાળાની અંદર પણ સંસ્કાર સાથે ઉત્તમ શિક્ષણ તેમના સાનિધ્યમાં નજરે ચડ્યું છે સાથે પોતાના વિસ્તારની અંદર તેઓએ શ્રીકૃષ્ણ મંદિર ,કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, શ્રીકૃષ્ણ બાળ ઉધ્યાન ,શ્રી યોગેશ્વર વાટિકા , શ્રીકૃષ્ણ પુસ્તકાલય, શ્રીકૃષ્ણ સાગર ની: શુલ્ક ટ્યુશન ક્લાસીસ, તદ ઉપરાંત પશુઓ માટે જુદી જુદી જગ્યાએ પાણીના સંપ તથા પર્યાવરણ પ્રેમી બનીને જુદા જુદા વિસ્તારો ની અંદર વૃક્ષોની રોપણી કરી તેનું જતન કરી ઉછેર્યાછે જો આ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજી તન ,મન, ધન થી અને બધાના સાથ સહકારથી નિસ્વાર્થ સેવાઓ કરે તો પોતાની આજુબાજુ સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કરી શકે જે હિતેન્દ્રસિંહ ઠાકોરના જીવન ઉપરથી સાબિત થાય છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *