Geo Gujarat News

ભરૂચ: પોલીસની સમજાવટથી સુરતના યુવકનો જીવ બચ્યો, યુવક આપઘાત કરવા પહોંચ્યો હતો

  • ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય પરંતુ યુવતીના માતા-પિતા લગ્નની ના પાડતા યુવકને લાગી આવ્યું
  • નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવા પહોંચ્યો હતો

ભરૂચ સી.ડીવીઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી તથા પોલીસ કોન્સ્ટેબલ પીન્ટુને પોલીસામથકે આવેલ વર્ધીની જાણ થતાંજ તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આ સમયે એક યુવક બ્રીજના ડીવાઈડર બાજુ નર્મદા નદી તરફ મોં રાખીને બ્રીજની કીનારી ઉપરથી નર્મદા નદીમા કુદવાનો પ્રયાસ કરતો હતો. તે યુવકને યુક્તિ-પ્રયુક્તિથી નદીમાં નહિ કુદવા સમજાવી બહાર લઈ આવી બચાવી લીધો હતો.

આ 26 વર્ષીય યુવકે તેની હકીકત જણાવતા કહ્યું કે તે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એ રહે છે. તેને છેલ્લા ત્રણ વર્ષથી એક યુવતી સાથે પ્રેમસંબંધ છે. પરંતુ યુવતીના માતા-પિતા લગ્નની ના પાડતા તેને લાગી આવ્યું હતું. જેથી તે સુરતથી મોપેડ લઈને ભરૂચ નર્મદા નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જ્યારે તે નદીમાં કુદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારેજ ભરૂચ સી.ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી તેને સમજાવી અને તેનો જીવ બચાવી લીધો હતો. બાદમાં પોલીસે તેનું કાઉન્સીલિંગ કરી તેના પરિવારજનો સોંપ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *