Geo Gujarat News

વાગરા: દહેજમાં કસ્ટમ ઇન્સ્પેકટર રૂપિયા 40 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો

દહેજ સેઝ 1 માં આવેલ ડેવલપમેન્ટ કમીશ્નરની કચેરી નો કસ્ટમ ઇન્સ્પેકટર કોન્ટ્રાકટર નો સામાન સેઝ ગેટમાંથી બહાર કાઢવા માટે જરૂરી સહી સિક્કા કરવા માટે રૂ.40 હજાર ની લાંચ લેતા એસીબી ભરૂચ ના છટકા માં ઝડપાઈ ગયો હતો.

દહેજ સેઝ માં કન્સ્ટ્રક્શન સિવિલ અને મિકેનીકલ કોન્ટ્રાક્ટર તરીકે કંપનીઓમા ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટનો ધંધો કરતા હોય. આ પ્રોજેક્ટમાં તેઓને દહેજ જી.આઇ.ડી.સી. માં આવેલ સેઝ-૧ના ગેટની અંદર સિવિલ સેન્ટીંગનો સામાન લઇ જવા અને સામાન બહાર કાઢવા માટે દહેજ સેઝ-૧ના ગેટ ઉપર ચેકીંગ કરાવી પેપર ઉપર સહી અને સિક્કો મારવાનો હોય છે..જેમાં ફરીયાદીનુ સેઝ-૧ માં ચાલતુ કામ પુરુ થઈ ગયેલ હોય જેથી સામાન પરત લેવા માટે તેઓના સુપરવાઇઝરે તા.૦૭/૦૬/૨૪ના રોજ આ દહેજ સેઝ 1 માં આવેલ ડેવલપમેન્ટ કમીશ્નરની કચેરી ના કસ્ટમ ઇન્સ્પેકટર મુકેશકુમાર રામધીનસિંગ પાસે પેપર લઇને જતાં તેને પેપરમાં સહી ન કરી ફરીયાદી પાસે રૂ.૪૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય ભરૂચ એ.સી.બી.નો સંપર્ક કરતા એ.સી.બી. વડોદરા ના મદદનીશ નિયામક પી.એચ. ભેસાણીયાના સુપરવિઝન હેઠળ ભરૂચ એસીબી ના પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.શિંદે એ સ્ટાફ સાથે લાંચના છટકાનુ આયોજન કર્યું હતું.

જેમાં પ્રિવેન્ટીવ ઓફીસરની કેબીન, આસી. ડેવલપમેન્ટ કમિશ્નરની કચેરી, (કસ્ટમ) દહેજ,સેઝ-૧ માં ટ્રેપ દરમિયાન કસ્ટમ ઇન્સ્પેકટર મુકેશકુમાર રામધીનસિંગ ફરીયાદી પાસેથી રૂ.૪૦,૦૦૦/-ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા એસીબી ભરૂચ દ્વારા લાંચરૂશ્વત ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.જેના પગલે લાંચિયા તત્વો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે…

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *