Geo Gujarat News

આમોદ: રીક્ષામાં વરલી મટકાનો જુગાર રમાડતો એક ખેલી ઝબ્બે, 1,27,790નો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરુચ LCB પોલીસ સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન માહિતી મળી હતી કે સમની નજીક ઓટો રિક્ષામાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે બે પંચોના માણસો સાથે દરોડા પાડયા હતા. જ્યાં એક લીલા કલરની ઓટો રીક્ષા જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે 16-AT-8346 માં બેસી એક ઇસમ મોબાઇલમાં કંઈક શંકાસ્પદ ગતિવિધિ કરતાં જણાયો હતો. પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

જેનું નામ પૂછતાં તેને પોતાનું નામ સિરાજ ઉમરજી પટેલ ઉંમર વર્ષ 50 હાલ રહે, રોજાટંકારીયા, તાલુકા આમોદ જિલ્લા ભરૂચ મૂળ રહે, કોસાડ સુરતનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગ જડતી કરતા બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા મોબાઇલમાં whatsapp મારફતે આંકડાના સોદા લખેલા મેસેજની આપ લે થયેલ હોવાનું જણાયું હતું. પોલીસે મોબાઇલ, રિક્ષા સહિત કુલ 1,27,790 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ ઈસમની પૂછપરછ કરતા તે પોતે હમીદ રાઠોડને સદર આંકડાનો વેપાર આપતો હોવાનું જણાવતા પોલીસે બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *