Geo Gujarat News

વાગરા: પોલીસના 6 સ્થળોએ દરોડામાં 6 બુટલેગર ઝબ્બે, 19 લીટર દારૂ જપ્ત કરાયો

વાગરા પોલીસે 6 સ્થળોએ દરોડા પાડી 6 બુટલેગરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વાગરા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે મુલેર ગામે તળાવ ફરિયામાંથી મઢીબેન ગિરધરભાઈ માધુભાઈ ફુલમાળીના ઘરમાંથી 3 લીટર દારૂ ઝડપી પાડ્યો. તેમજ મુલેર ગામના ગેટ ફળીયા ખાતે રહેતી મધુબેન લક્ષ્મણભાઈ ફકીરભાઈ ફુલમાળીના ઘરેથી પણ 3 લીટર દારૂ જપ્ત કર્યો હતો. તો આવીજ રીતે વાગરા પોલીસે ઓરા ગામના નિશાળ ફળીયામાં રહેતા સુરેશભાઈ ઉર્ફે શૈલેષભાઈ દેવાભાઈના ઘરેથી પણ 4 લીટર દારૂ ઝડપી પાડ્યો હતો.

વાગરાના ત્રણ સ્થળોએથી ઝડપાયો દેશી દારૂ..!!

વાગરાના કોથી ફળીયામાંથી મનહરભાઈ મોહનભાઇ રાઠોડના ઘરેથી 3 લીટર, વાગરાની હળપતિ કોલોની ખાતે રહેતો મહેશભાઈ મણિલાલ રાઠોડના ઘરેથી 3 લીટર સહિત વાગરાના મોટું ફળીયા વિસ્તારમાથી સંજયભાઈ રાજુભાઇ રાઠોડના ઘરેથી પણ 3 લીટર દેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો.

આમ વાગરા પોલીસે કુલ 6 સ્થળોએથી 19 લિટર જેટલો દારૂનો જથ્થો ઝડપી પાડી 6 બુટલેગર વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *