આગામી 17 મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઇદનો તહેવાર હોય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર વાગરા પોલીસે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા વાગરાના એસ.ટી ડેપો સર્કલ, પટેલ ખડકી, જુમ્મા મસ્જિદ, તેમજ વાંતા સહિતના વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી વિસ્તારનો ચિતાર મેળવ્યો હતો. પોલીસના ફૂટ પેટ્રોલિંગને લઈ નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું.

ઉલ્લેખનીય છે, કે તહેવારને અનુલક્ષી વાગરા પોલીસે શાંતિસમિતિની બેઠક પણ યોજી હતી. અને આગેવાનોને શાંતિમય માહોલમાં પર્વની ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com