હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં પહલ હોસ્પિટલ સુરતના ડૉ. પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા ડૉ.લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણાર્થે શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકી તથા શિક્ષકગણ તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલ એ દાતાશ્રીનો આભાર માન્યો હતો. જેમાં ગામના સરપંચ નવનીત પટેલ સહીતના મહેમાનો હાજર રહ્યા હતા.નોટબુક મેળવતાં જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com