બળબળતા તાપમાં જંબુસર તાલુકાના પીલુંદરા ગામના જોગી અટકના આ ભાઈ છે. તેઓ સારંગી વગાડી ગામડે ગામડે ફરી ખડકી મોહલ્લામાં સારંગી વગાડી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે. સખી દાતાઓ તરફથી અન્નદાન અને આર્થિક મદદ કરવામાં આવે છે. સારંગીના મધુર સુરો રેલાવી લોકોના દિલ જીતી લે છે. તેઓ પોતાની કલાથી જુના ધાર્મિક ભજનો, જેસલ તોરલ, નરસિંહ મહેતાના પદો, મીરાના ભજનો વગાડી સંગીતના સથવારે સૌના મન મોહી લે છે. અને પોતાની આજીવિકા રડે છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com