Geo Gujarat News

લીમખેડા આર્ટસ કોલેજ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોરનો અભિવાદન સમારોહ યોજાયો

લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા આર્ટસ કોલેજ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોર નો લીમખેડા વિધાનસભા નો અભિવાદન સમારોહ યોજાયો હતો. પોતાને જીત અપાવા બદલ સાંસદે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. લીમખેડા આર્ટસ કોલેજ ખાતે સાંસદ નું સન્માન કરવામાં આવ્યું હતું. અભિવાદન કાર્યક્રમ દરમિયાન સાંસદ જશવંતસિંહ ભાભોરે પોતાને જીત અપાવવા બદલ નાના મોટા કાર્યકર્તાઓ , પદાધિકારીઓ તેમજ મતદારોનો આભાર કર્યો હતો. સંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નવા જનતાના વિકાસના કામો સંગઠનને સાથે લઈને કરવામાં આવશે તેમજ છેવડાનો માનવી વિકાસના કામથી વંચિત નહીં રહે તેમ જણાવ્યું હતું. પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ ના અથાગ પ્રયત્નોથી દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી હતી વધુમાં ખાબડે જણાવ્યું હતું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમળ ખીલવ્યુ છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માનું છું. તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જશવંતસિંહ ભાભોર સાહેબ અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ બંને ના સમન્વયથી સાથે મળીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ હોવાનો અને પોતાના કાર્યકરોએ સાંસદ તેમજ રાજ્યમંત્રી નો સીધો સંપર્ક કરવાનો ભાર મૂક્યો હતો.
અભિવાદન અને આભાર દર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, બાંડીબાર મુન્નાભાઈ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શંકરભાઈ આં મલીયાર સાહેબ, દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઈ ડામોર, સ્નેહલ ધરીયા, મહામંત્રી અનિલ શાહ, મહામંત્રી રમેશ ભાઈ મીનામાં, પાર્ટી પરમુખ રતનસિંહભાઈ રાવત તાલુકા પંચાયત પ્રમુખશ્રી કનકસિંહ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત મંગુભાઈમુણીયા લીમખેડા પ્રભારી વિનોદભાઈ રાજગોર ધારાસભ્યો, તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો હોદ્દેદારો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ બનાવવા લીમખેડા ભારતીય જનતા પાર્ટીના મુદ્દે હોદ્દેદાર કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના સમાપન બાદ તમામ કાર્યકરોએ સમૂહ ભોજન લીધું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *