Geo Gujarat News

ભરૂચ: પૂર સહિતની પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા લોકોને હવે રોબોટથી રેસ્ક્યૂ કરાશે, જુઓ શું છે એ રોબોટની વિશેષતા

ભરૂચ નગર સેવા સદનનું ફાયર વિભાગ વધુ અસરકારક બન્યું છે. પૂર સહિતની પરિસ્થિતિમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે.

ભરૂચ નગર સેવાસદનનું ફાયર વિભાગ વધુ આધુનિક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ફાયર વિભાગને રેસ્ક્યુ રોબોટ આપવામાં આવ્યો છે નર્મદા નદીમાં આવતા પૂર સહિતની પરિસ્થિતિમાં રેસ્ક્યુ રોબોટ પ્રાણરક્ષક બનશે. રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યુ રોબટથી પાણી વચ્ચે ફસાયેલા લોકોના જીવ બચાવી શકાશે.

ફાયર વિભાગ દ્વારા આજરોજ નર્મદા નદીમાં રોબોટનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની સ્ટેટ ફાયર પ્રીવેન્શન સોસાયટી દ્વારા આ ખાસ પ્રકારનો રેસ્ક્યુ રોબોટ ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યો છે. ચોમાસાના સમયમાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે અનેક લોકો પાણી વચ્ચે ફસાઈ જાય છે તેઓને બચાવવામાં આ રેસ્ક્યુ રોબર્ટ અસરકારક સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *