બનાવ અંગે વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરાની હનુમાન ચોકડીથી ડેપો સર્કલ તરફ એક ટ્રક નંબર GJ-16-AW-7361 જે પૂરપાટ ઝડપે જોખમી રીતે બીજાની જીંદગી જોખમાય તે રીતે પોતાનું વાહન હંકારી રહ્યો હતો. જે અંગેની જાણ વાગરા પોલીસને થતાંજ પોલીસે તાત્કાલિક વાહન ચાલકની અટકાયત કરી હતી. અને વાહન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે, કે વાગરા ડેપો સર્કલથી લઈ ચીમન ચોક સુધીના જાહેર માર્ગ ઉપર દુકાનધારકો સહિત બજાર આવતા લોકો પોતાના વાહનો આડેધડ પાર્ક કરી જતા રહેતા હોય છે. જેના કારણે પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. 2 દિવસ પહેલા પણ માર્ગ ઉપર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરી હતી. જેને લઈ સરકારી બસ પસાર ન થઈ શકતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

જોકે વાગરા પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પણ સાંપડી હતી. આડેધડ વાહન પાર્ક કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com