Geo Gujarat News

આમોદ: સુઠોદરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો, વૃક્ષારોપણ પણ કરાયું

ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રાથમિક શાળામાં પ્રવેશ લેતા નાના બાળકો માટે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. આમોદ તાલુકાની શ્રેષ્ઠ પ્રાથમિક શાળા સુઠોદરામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

જેમાં શાળામાં આચાર્યા તરીકે ફરજ બજાવતા ગુજરાત રાજયના શ્રેષ્ઠ શિક્ષિકા શ્રીમતી રેખાબેન દ્વારા શાળાના પ્રાંગણને મંડ૫થી શણગારવામાં આવ્યું હતું.જેમના આયોજનમાં એસ.એમ.સી., એમ.ડી.એમ.૫રિવાર, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,ગ્રામજનો,વિગેરેનો ખૂબ સહયોગ રહયો હતો.કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.ત્યાર બાદ શાળાની બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.આવેલા મહેમાનોનું પુષ્ગુચ્છથી પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.અને શાળાના પ્રાંગણમાં મેહમાનો અને દાતાઓના હસ્તે વૃક્ષારો૫ણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પ્રવેશોત્સવમાં સકરકાના પ્રતિનિધિ તરીકે ભરૂચ જીલ્લાના વન સંરક્ષણ અઘિકારી યુ.આઇ. પ્રજાપતિ મેડમ મુખ્ય મહેમાન તરીકે હાજર રહયા હતા.તેમણે ઘોરણ-૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકો તથા એસ.એમ.સી ૫રિવાર સાથે વાર્તાલાપ કરી શાળાના શૈક્ષણિક કાર્યનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.અને છેલ્લા ૧૦ મહિનાથી ઘોરણ ૧ થી ૫ માં માત્ર એક જ શિક્ષિકા તરીકે કાર્યરત એવા રાજયના શ્રેષ્ઠ શિક્ષક એવા શ્રીમતી રેખાબેનની ખૂબ પ્રસંશા કરી હતી.તેમજ તાત્કાલિક બીજા સહાયક શિક્ષકની વ્યવસ્થા કરવા લાયઝન અઘિકારીને અનુરોધ ૫ણ કર્યો હતો.

પ્રવેશોત્સમાં શ્રેષ્ઠદાતા તરીકે દુબઇમાં બિઝનેશ કરતા અમિતભાઇ,નીલેશભાઇ,તેમના ઘર્મ૫ત્ની પ્રોફેસર પૌલોમીબેન તેમનો પુત્ર ડૉ.મિહિર ૫ટેલ હાજર રહયા હતા જેમણે શાળાને સ્માર્ટ ટી.વી.૪૦૦૦૦ તેમજ પ્રવેશ લેતા બાળકો સાથે તમામ બાળકોને શૈક્ષણિક કિટ ૧૦૦૦૦ મળી કુલ ૫૦૦૦૦ ની ભેટ આ૫વામાં આવી હતી.સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉ૫સ્થિત રહયા હતા આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના ઉ૫પ્રમુખ વસંતભાઇ પ્રજાપતિ,ઉ૫સરપંચ શિલાબેન વસાવા, લાયઝન અઘિકારી તરીકે સી.આર.સી.ઇમરાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *