Geo Gujarat News

વાગરા: વ્યાજખોરીની પ્રવૃત્તિ અટકાવવા પોલીસની પહેલ, પ્રજાને માહિતગાર કરવામાં આવી

વાગરા પોલીસ મથક ખાતે વ્યાજખોરો પર અંકુશ મેળવવા પોલીસ સ્ટાફ દ્વારા ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.


વર્તમાનમાં શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવા વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો પર લગામ કસવા વાગરા પોલીસ સાબદી બની છે. વ્યાજખોરોના ચંગુલમાં ભોળી પ્રજા ન ભેળવાય તે હેતુથી વાગરા પોલીસ મથક ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં વાગરા પોલીસ દ્વારા નગરજનોની એક મિટિંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા લોકોને સમજણ આપવામાં આવી હતી. અને વ્યાજખોરો થકી કોઈપણ હેરાનગતિ થાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અને વ્યાજખોરોથી બચવા અન્ય લોકોને પણ માહિતગાર કરવા સૂચના આપવામાં આવી હતી.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *