આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ઘટાદાર વડનું વૃક્ષ ધરાશાયી થયુ હતું. 7 જેટલા વિજપોલ તૂટી પડતા વીજપુરવઠો ખોરવાયો હતો. જેને લઈ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

7 જેટલા વીજપોલ તૂટી પડતાં ગામમાં અંધારપટ છવાયો
ચોમાસુ વિધિવત રીતે બેસતાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક ઠેકાણે નુકશાની સર્જાઈ રહી છે. તેવામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ ખાતે ભારે પવનના કારણે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગની અડીને આવેલા એક વડનું ઘટાદાર વૃક્ષ એકાએક ધરાશાયી થતાં ભારે નુકશાન થયું હતું. વૃક્ષ તુટી પડતાં અંદાજીત 7 જેટલા વીજપોલ અને D.P જમીનદોસ્ત થઇ ગયા હતા. જેને લઇ વીજ પુરવઠો ખોરવાયો હતો. બનાવને પગલે જીઇબી વિભાગને મોટું નુકશાન પહોંચ્યું હતું.

વહેલી સવારે ઘટના સર્જાઈ હોવાથી મોટી દુર્ઘટના ટળી
સવારે 5 વાગ્યાંથી વીજળી ડૂલ થતા ગ્રામજનો હેરાન પરેશાન થયા હતા. ઘટનાની જાણ થતાંજ વીજ કર્મચારીઓ તાબડતોડ સમારકામની કામગીરીમાં જોતરાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે, કે વહેલી સવારે 5 વાગ્યામાં અરસામાં ઘટના સર્જાઈ હોવાથી માર્ગ ઉપર વાહનો તેમજ રાહદારીઓની અવરજવર નહીવત હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

જોખમી વૃક્ષોને પણ સ્તવરે ઉતારી લેવા સમયની માંગ.!!
અત્રે નોંધનીય બાબત એ પણ છે, કે રોજાટંકારીયા બસ સ્ટેશન્ડથી લઇ ગામમાં જતા મેઈન રોડની બાજુમાં હજુ પણ કેટલાક ઘટાદાર વૃક્ષો એવા છે. જે ગમે ત્યારે ધરાસાય થઈ શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. ગામનો મુખ્ય માર્ગ હોવાથી અહીંયા સતત લોકોની અવરજવર રહેતી હોય છે. જેથી સલામતીના ભાગરૂપે જોખમી વૃક્ષોને પણ સત્વરે ઉતારી લેવામાં આવે જેથી આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવુ પંથકના જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com