ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે વિદ્યાર્થી પંચાયતની ચૂંટણીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના પ્રશ્નો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમયસર વાચા આપી તેનું ચોક્કસ નિરાકરણ લાવી શકે તે માટે શાળામાં વર્ગ મોનિટર, જી.એસ. અને એલ. આર ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં માધ્યમિક વિભાગમાં જી.એસ તરીકે ગોહિલ હેમરાજસિંહ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જી.એસ તરીકે ચોક્સી ઓમ તથા માધ્યમિક વિભાગમાં એલ.આર તરીકે પટેલ દૈવીબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એલ.આર તરીકે રાવળ અદિતિબેન બહુમતીથી વિજેતા જાહેર થયા હતા.


ઉલ્લેખ નિય બાબતે એ છે કે આ ચૂંટણી લોકશાહી ઢબે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક શ્રી ડી.એમ મીરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના સહકારથી યોજાઈ હતી. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતા.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com