- દેરોલ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયુ
- સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહારને અસર

ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ કેલોદ ગામ નજીક એક વૃક્ષ ધરાસાય થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. અંદાજીત એક કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. રોજબરોજ અપડાઉન કરતા લોકો ટ્રાફિકજામમાં અટવાઈ પડ્યા હતા. વૃક્ષ ધરાસાય થવાની ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા કોલેસ્ટ્રોલ વિભાગ દ્વારા જીસીબી ની મદદથી મહાકાય વૃક્ષને રોડ પરથી હટાવી ટ્રાફિકને હળવો કર્યો હતો.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com