
વાગરા તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ નાની મોટી દુઘર્ટનાઓ જોવા મળી રહી છે. વિલાયત ચોકડી નજીક વિલાયત જીઆઈડીસી તરફ જતા માર્ગ પર વીજપોલ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ચોમાસાની એક તરફ શરૂઆત થઈ છે ત્યારે વૃક્ષો અને થાંભલાઓ ઢળી પડવાના બનાવો સામે આવી રહ્યા છે. વિલાયત ચોકડી નજીક ચોમાસા દરમિયાન એક વીજ થાંભલો મુખ્ય માર્ગ પર ધસી પડ્યો હતો. જેના કારણે વીજપુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

રસ્તા વચ્ચે જ વીજપોલ પડતાં લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે વીજ તંત્ર કામે લાગ્યું હતું. જો કે અવર જવર કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ભયની લાગણી ફેલાઇ હતી. જોકે ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com