Geo Gujarat News

ઝઘડિયા: રતનપુરની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડવા બાબતે જીએમડીસીને જીપીસીબી નોટિસ ફટકારી

ગતરોજ પ્રદૂષિત પાણીના કારણે રતનપુર ની ખાડીમાં કેટલીક માછલીઓના મોત થયા હતા. જેમાં જીપીસીબી દ્વારા પાણીના નમુના લેવામાં આવ્યા હતા.

ઝઘડિયા તાલુકાના રતનપોર નજીકની ખાડીમાં ગતરોજ શંકાસ્પદ મૃત હાલતમાં માછલીઓ મળી હતી, આ ખાડીમાં રતનપુર ની આજુબાજુના ગામનું પશુધન પણ પાણી પીતા હોય છે જેના સંદર્ભે સ્થાનિકોમાં આ બાબતે આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારબાદ સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી હતી, જીપીસીબી દ્વારા રતનપોરની ખાડીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ દમલાઇ ગામના એક આગેવાન દ્વારા જીપીસીબી ને જાણ કરવામાં આવી હતી કે રાજપારડી જીએમડીસી દ્વારા આ ખાડીમાં પાઈપો દ્વારા મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી એસિડયુક્ત હોઈ શકે છે, ત્યારબાદ જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી અને પાણીના નમુના ચેક કરવામાં આવતા પાણી શંકાસ્પદ જણાયું હતું, આ ધટના દરમિયાન એવા પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલ પાણી એસીડયુક્ત હોઈ શકે છે જેના કારણે જ આ જળચર જીવોના મોત થયા છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ટેલીફોનીક વાત કરતા જીપીસીબીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીએમડીસી દ્વારા ખાડીમાં છોડવામાં આવેલા પાણીના નમુના લઇ પીએચ પણ ચેક કરવામાં આવી હતી જે શંકાસ્પદ જણાતા જીએમડીસીના અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને પાણી તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું.

ત્યારબાદ પાણીના જે પણ નમૂના લેવામાં આવ્યા છે એનો રિપોર્ટ આવ્યા બાદ જો આ પાણી શંકાસ્પદ જણાશે તો જીએમડીસી રાજપારડી પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *