Geo Gujarat News

આમોદ: પાલિકાનાં પાપે નગરમાં ગંદકીનું સામ્રાજ્ય.!, ઠેર-ઠેર ગંદકીના ઢગ જામ્યા, નગરજનો હેરાન-પરેશાન

ગૂજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન નું મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જેના પગલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા તથા કેન્દ્ર સરકાર દ્રારા આમોદ નગર પાલિકાને ફાળવવામાં આવી રહી છે પરંતુ પાલિકાના અણઘડ વહીવટના કારણે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટનો સદ્દઉપયોગ થતો નથી તેવી લોક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. આમોદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ચાલતો ટેમ્પો નહીં આવતા તેમજ કચરાપેટીને ઉઠાવી લેતા નગરજનો રોડ રસ્તા પર કચરો નાખવા મજબૂર બન્યા છે.

મીડીયામાં સમાચાર પ્રકાશિત થયા બાદજ આમોદ નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરવામાં આવે છે. તેવી ચર્ચાએ પંઠકમાં ભારે જોર પકડયું છે.

વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર 2 માં જાહેર રસ્તા ઉપર ગંદકીનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે. જ્યા જુઓ તો ગંદકીના મોટા-મોટા ઢગ જામ્યા છે. અહીંયા નજદીક સરકારી સ્કૂલો પણ આવેલી છે. જેમાં નાના બાળકો અભ્યાસ અર્થે આવે છે. નિંદ્રાધીન તંત્ર કોઈ મોટો રોગચાળો ફેલાય તેની રાહ જોઇ બેઠું હોય તેમ લાગી રહ્યું છે. સત્વરે કાર્યવાહી કરી ગંદકી સાફ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *