ભરૂચ જિલ્લાની આમોદ નગરની સેવા અને સુખાકારી માટે વપરાતા 90 ટકા જેટલા સાધનો પાલિકાની બેદરકારીને કારણે ધૂળ ખાઈ રહ્યા છે. નગરપાલિકા પ્રમુખની ગાડી પણ એક વર્ષથી ગેરેજના ખુલ્લાં મેદાનમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે.

તદુપરાંત નગરપાલિકાનું પાણીનું ટેન્કર જે નગરમાં લોકોને સસ્તા ભાવે પાણી પૂરું પાડવામાં આવે છે. જે પંચર હોવાથી રીપેર કરવા માટે મૂક્યું હતું. 1,300 રૂપિયા જેટલી નજીવી રકમ માટે બે મહિનાથી પંચરની દુકાને એ ટેન્કર પણ પાલિકાની રાહ જોઈ રહ્યું છે.

રાજકોટ ખાતે ગોઝારો અગ્નિકાંડ બન્યા બાદ પણ આમોદ નગરપાલિકાનું ફાયર ફાઈટર આજદિન સુધી રીપેર કરવામાં નહીં આવતા નગરજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. આમોદ નગરપાલિકાના મોટા ભાગના ગટર સાફ કરવાના જેટિંગ મશીનો પણ ધુણ અને કાટ ખાય રહ્યા છે. સુવિધા હોવા છતાં તેનું યોગ્ય સંચાલન નહિ કરવામાં આવતા નગરજનો કેટલીક સુવિધાથી વંચિત રહ્યા છે. આમોદ પંથકમાં જો અત્યારે કોઈપણ આગ લાગવાની ઘટના બને તો જંબુસર, વાગરા કે ભરૂચથી ફાયર ફાઈટર બોલાવે છે. જ્યારે ગટર સાફ કરવાનું મશીન જંબુસર નગરપાલિકામાથી બોલાવાની ફરજ પડતી હોય છે.

ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાનાં સ્વચ્છતા અભિયાનના સાધનો ક્યાં પડ્યા છે. કઈ હાલતમાં પડ્યા છે.? કેટલા સમયથી પડ્યા છે.? તે વિશે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસરને ખબર હશે ખરી.? જેવા અનેક સળગતા પ્રશ્નો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com