આગામી ૭ જુલાઈ ના રોજ યોજાનાર રથયાત્રા તથા મોહરમ ના તહેવાર નિમિતે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતી સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવ્યું હતું.

આગામી રથયાત્રા અને મોહરમના તહેવારને લઈને શહેર પોલીસ સ્ટેશનમાં પોલીસ મથકે પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ડોડિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર એ . એન. નીનામા ની આગેવાની હેઠળ દરેક સમાજના આગેવાનો સાથે સ આગામી રથયાત્રા તથા મોહરમ ના તહેવારને લઇ ૫ જુલાઈના રોજ બપોરના ૦૩:૩૦ કલાકે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી. જેમા રથયાત્રા તથા મોહરમનો તહેવાર લોકો શાંતી થી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા બંને તહેવાર કોમી એખલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા સુચના આપવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com