Geo Gujarat News

મહીસાગર: જિલ્લામાં બપોર બાદ બાલાસિનોર ખાનપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો

મહીસાગર જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ વરસતાં જ રોડ રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા. આજે મહીસાગર જિલ્લાના છ તાલુકામાંથી 2 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બાલાસિનોર અને ખાનપુર તાલુકાના બાકોર સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જોકે જિલ્લાના હજી એવા કેટલાક વિસ્તારો છે જ્યાં હજી ખેતીલાય વરસાદ પડ્યો નથી. જ્યાં ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

આજે વરસેલા વરસાદમાં બાલાસિનોર શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી વહેતા થયા હતા. રોડ રસ્તાઓ પરથી પાણી વહેતા થતાં રાહદારીઓ અને વેપારીઓને હાલાકી પડી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *